Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ravindra Jadejaની મેદાનમાં દમદાર વાપસી, તરખાટ મચાવતા 7 વિકેટ ઝડપી

ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. લગભગ પાંચ મહિના સુધી તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. આગામી મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી રહી છે એ પહેલા જાડેજાએ દમદાર વાપસી કરી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતા જાડેજાએ તામિલનાડુ સામે તરખાટ મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટનની ભૂમિકામાં રહેલા જાડેજાએ તામિલનાડુની બીજી ઈનીંગમાં 7 વિકે
ravindra jadejaની મેદાનમાં દમદાર વાપસી  તરખાટ મચાવતા 7 વિકેટ ઝડપી
Advertisement
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. લગભગ પાંચ મહિના સુધી તે ક્રિકેટથી દૂર રહ્યો હતો. આગામી મહિને ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસે આવી રહી છે એ પહેલા જાડેજાએ દમદાર વાપસી કરી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં રમતા જાડેજાએ તામિલનાડુ સામે તરખાટ મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કેપ્ટનની ભૂમિકામાં રહેલા જાડેજાએ તામિલનાડુની બીજી ઈનીંગમાં 7 વિકેટ ઝડપી હતી. જાડેજાના કમાલના પ્રદર્શન સામે હરીફ ટીમ માત્ર 133 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી.
જાડેજાના પ્રદર્શનને લઈ હવે ટીમ ઈન્ડિયાને માટે રાહતના સમાચાર છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચ માટેની સ્ક્વોડમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને જે વખતે તેને માટે ફિટનેસ સાબિત કરવાની શરત રાખી હતી. જોકે હવે આ વાતથી જાડેજા અને ટીમ બંનેને રાહત થઈ ગઈ છે.

બીજી ઈનીંગમાં બતાવ્યો દમ
સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચે રમાઈ રહેલી રણજી મેચની બીજી ઈનીંગ 26 જાન્યુઆરને ગુરુવારે રમાઈ રહી હતી. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ પોતાનો કમાલ બતાવ્યો હતો. તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં 324 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર સામે તામિલનાડુએ પ્રથમ ઈનીંગમાં લીડ મેળવી હતી. આવી સ્થિતીમાં સૌરાષ્ટ્ર માટે બીજી ઈનીંગમા તામિલનાડુમાં સસ્તામાં રોકવુ જરુરી બન્યુ હતુ. આવી સ્થિતીમાં કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ તરખાટ મચાવવો શરુ કર્યો હતો અને ઝડપથી એક બાદ એક શિકાર ઝડપવા શરુ કર્યા હતા.
જાડેજાએ શાહરુખ ખાને બોલ્ડ કરી પ્રથમ વ્યક્તિગત સફળતા મેળવી હતી.
જાડેજાએ શાહરુખ ખાને બોલ્ડ કરી પ્રથમ વ્યક્તિગત સફળતા મેળવી હતી. ત્યાર બાદ ઈન્દ્રજીતને બોલ્ડ કરી દીધો હતો. પ્રદોશ અને વિજય શંકરને પણ લિગ બિફોર કરીને પેવેલિયન પરત મોકલ્યા હતા. જાડેજા સામે તામિલ બેટ્સમેનોએ ઉભા રહેવુ મુશ્કેલ બની ગયુ હતુ. એક બાદ એક ખેલાડીઓ પેવેલિયનનો રસ્તો માપવા લાગ્યા હતા. જાડેજાએ 7 વિકેટ ઝડપતા તામિલ ટીમ માત્ર 133 રન 36.1 ઓવરમાં નોંધાવીને સમેટાઈ ગઈ હતી. આ સિવાય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×